Site icon

અરે વાહ! ક્યા બાત હૈ! પ્રથમવાર ગુજરાતની છ મહિલા ખેલાડીઓ ઑલિમ્પિક-પેરાલિમ્પિક સુધી પહોંચી; રચાયો સુવર્ણ ઇતિહાસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

હાલમાં જ ગુજરાતમાં સુવર્ણ ઇતિહાસ રચાયો છે. આટલાં વર્ષોમાં પ્રથમ વખત ગુજરાતની છ મહિલા ખેલાડીઓ ઑલિમ્પિક-પેરાલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહી છે. આ છ મહિલાઓ વિવિધ રમતોમાં ભારતનું પ્રતિનિધત્વ કરવાની છે. ગુજરાતની ઇલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં અને માના પટેલ સ્વિમિંગમાં ટૉકિયો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

તો બીજી તરફ દિવ્યાંગો માટે આયોજિત ટૉકિયો ઑલિમ્પિક એટલે કે પેરાલિમ્પિકમાં પારૂલ પરમાર બેડમિન્ટનમાં, ભાવિના પટેલ અને સોનલ પટેલ ટેબલ ટેનિસમાં ટીમ ઇન્ડિયા તરફથી સ્પર્ધામાં ભાગ લેવાના છે. વિશ્વમાં કોરોના મહામારીને કારણે લદાયેલા પ્રતિબંધોને કારણે ઑલિમ્પિક એક વર્ષ માટે મોકૂફ રખાઈ હતી. ટૉકિયો ઑલિમ્પિક ૨૩ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે, જ્યારે પેરાલિમ્પિક તારીખ  ૨૪ ઑગસ્ટથી ટૉકિયોમાં જ રમાશે.

હવે ‘કૌન બનેગા કરોડપતિ’ને ચૅલેન્જ આપવા રણવીર સિંહ મેદાનમાં, કરશે ક્વિઝ શો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ આગાઉ ૧૯૯૬માં રોમમાં રમાયેલીઑલિમ્પિકમાં ગુજરાતના ગોવિંદરાવ સાવંતે ભારતીય હૉકી ટીમ તરફથી ભાગ લીધો હતો અને ત્યાર બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ગુજરાતની આ મહિલા ખેલાડીઓ વિશ્વના સૌથી મોટા રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહી છે.

Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
Exit mobile version