Site icon

ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર: બધે ફર્યા બાદ આખરે સૌરવ ગાંગુલીનું ઠેકાણું પડ્યું, મળી ગયું આ પ્રતિષ્ઠિત કામ..

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી આગામી સિઝન માટે ટીમમાં પરત ફર્યા છે.

Sourav Ganguly returns to IPL with huge role in Delhi Capitals

ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર: બધે ફર્યા બાદ આખરે સૌરવ ગાંગુલીનું ઠેકાણું પડ્યું, મળી ગયું આ પ્રતિષ્ઠિત કામ..

News Continuous Bureau | Mumbai

ઈન્ડિયન પ્રીમિયર લીગની ( IPL  ) 16મી સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સના ( Delhi Capitals ) ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી ( Sourav Ganguly )  આગામી સિઝન માટે ટીમમાં પરત ફર્યા છે.

Join Our WhatsApp Community

Sourav Ganguly returns to IPL with huge role in Delhi Capitals

મીડિયા રિપોર્ટ અનુસાર, IPL 2023માં દાદા દિલ્હી કેપિટલ્સના વડા હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સૌરવ ગાંગુલી બીસીસીઆઈ ચીફ બનતા પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા હતા. અગાઉ માર્ચ 2019માં દાદા દિલ્હી કેપિટલ્સના સલાહકાર રહી ચૂક્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગયા વર્ષે BCCIના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના પછી રોજર બિન્નીને BCCI ચીફ બનાવવામાં આવ્યા છે.

સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ બન્યા બાદ દિલ્હી કેપિટલ્સના મેન્ટરનું પદ છોડી દીધું હતું. સૌરવ ગાંગુલી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પૂણે વોરિયર્સ ઇન્ડિયાના કેપ્ટન પણ રહી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : વરલી BDD ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વધુ એક અડચણ, હવે દુકાનદારો કરી આ માંગ, બોમ્બે હાઇકોર્ટે મ્હાડા, રાજ્ય સરકારને ફટકારી નોટિસ

આઈપીએલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દાદાએ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવાની મંજૂરી આપી દીધી છે અને તમામ જરૂરી પેપરવર્ક પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં તે ત્રણ વર્ષ બાદ એકવાર દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોવા મળશે. IPLમાં દિલ્હી કેપિટલ્સ ઉપરાંત, સૌરવ ગાંગુલી દક્ષિણ આફ્રિકા T20 લીગમાં આ જૂથની આંતરરાષ્ટ્રીય ટીમો દુબઈ કેપિટલ્સ અને પ્રિટોરિયા કેપિટલ્સના તમામ ક્રિકેટ વર્ટિકલ્સનું પણ ધ્યાન રાખશે.

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version