Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર- ફરી એકવાર મેદાનમાં ચોકા છક્કા મારતા જોવા મળશે દાદા- શરૂ કરી દીધી તૈયારીઓ- જુઓ ફોટોગ્રાફ

News Continuous Bureau|Mumbai.

ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI ચીફ સૌરવ ગાંગુલી ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. બેટ્સમેન દાદા લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં એક ખાસ ક્રિકેટ મેચ રમતા જોવા મળશે. જેનો ખુલાસો તેમણે પોતે કર્યો છે.

Join Our WhatsApp Channel

સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે, તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટની સીઝન 2માં એક ખાસ મેચ રમશે. એટલે કે ભારતીય ચાહકો ફરી એકવાર તેમને ક્રિકેટના મેદાન ચોકા છક્કા લગાવતા જોઈ શકશે. 

 

હાલમાં LLC એ જાહેરાત કરી હતી કે આગામી સિઝન ભારતમાં હોસ્ટ કરવામાં આવશે. દરમિયાન ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદાના નામથી પ્રખ્યાત ગાંગુલીએ પણ આ મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેઓ હવે જીમમાં પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે. ગાંગુલીએ જિમની પોતાની તસવીરો પણ પોસ્ટ કરી છે અને તેમણે આ પોસ્ટના કેપ્શનમાં પોતાની લિજેન્ડ્સ લીગ ક્રિકેટ રમવાની પુષ્ટિ કરી છે. 

India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
India Wins Kabaddi Gold Medal ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ ધબકારા થંભાવી દે તેવી ફાઇનલમાં ઈરાનને હરાવી રચ્યો ઈતિહાસ!
Asian Games 2026 એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની શાનદાર સિદ્ધિ અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!
Asian Games Badminton Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ સેમિફાઇનલમાં ચીન સામે ૩૧ થી સંઘર્ષપૂર્ણ હાર બાદ સંતોષ માનવો પડ્યો!
Exit mobile version