ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
બીસીસીઆઈ પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના ઘરમાં પ્રવેશી ચુકયો છે.
ગાંગુલીના પરિવારના ચાર સભ્યોને કોરોના થયો છે અને તેમાં તેમની પુત્રી સનાનો પણ સમાવેશ થાય છે.
ગાંગુલીના પરિવારના તમામ સંક્રમિત સભ્યોને ઘરની અંદર આઈસોલેટમાં રાખવામાં આવ્યા છે.
જોકે તેમના પરિવારના સભ્યો કયા વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે તે હજી જાણવા મળ્યુ નથી.
પરિવારના સંક્રમિત થયેલા બીજા સભ્યોમાં ગાંગુલીના ભાઈ દેબાશિષ ગાંગુલી, પુત્રી સના ગાંગુલી, બે સભ્યો સુવરોદીપ ગાંગુલી અને જાસ્મિન ગાંગુલીનો સમાવેશ થાય છે.
સૌથી મોટા સમાચાર: પંજાબમાં વડાપ્રધાન મોદીના કાફલાને રોકી દેવાયો, ગૃહ મંત્રાલયમાં હડકંપ; જાણો વિગતે