Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી ચેન્નઈમાં થઈ એન્જિયોપ્લાસ્ટી. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 19 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

સોમવાર.

     શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનની ચેન્નાઇની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ છે.

   આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન ની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 49 વર્ષીય મુરલીધરન IPL મા  વર્ષ 2015 થી હૈદરાબાદ ના બોલિંગ કોચ છે. વર્ષ 2016માં જ હૈદરાબાદની ટીમે આઇપીએલની ટ્રોફી જીતી હતી. જો કે આઈપીએલની અત્યારની સિઝનમાં હૈદરાબાદની ટીમ ની શરૂઆત નબળી રહી છે, શરૂઆતની ત્રણ મેચોમાં આ ટીમ હારી ગઈ હતી.

   ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેનાર ખેલાડીઓમાં મુથૈયા મુરલીધરન દુનિયાના એકમાત્ર બોલર છે. 133 ટેસ્ટ મેચોમાં 800 વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધર ના નામે છે. ત્યાં જ વન-ડે ક્રિકેટમાંથી 350 મેચમાં મુરલી એ 534 વિકેટ લીધી છે. ક્રિકેટ જગતના કેટલાય મોટા રેકોર્ડ મુરલીધર ના નામે દર્જ છે.

મહારાષ્ટ્રના શહેરમાં રેમડેસિવિર લોન પર મળશે. જાણો વિગત.

   ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વખત મેન ઓફ ધ સિરીઝ, સૌથી વધારે બોલ્ડ વિકેટ, સૌથી વધારે સ્ટમ્પ આઉટ અને સૌથી વધારે બોલિંગ કરવાનો રેકોર્ડ પણ મુરલી ના નામે છે.

Spain wins Football World Cup after 16 years સ્પેને ૧૬ વર્ષ બાદ જીત્યો ફૂટબોલ વર્લ્ડ કપ, રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક વિજય મેળવીને રચ્યો નવો ઇતિહાસ
PV Sindhu Japan Open Final પીવી સિંધુનો જાપાન ઓપન ફાઈનલમાં પ્રવેશ, ચીનની ચેન યુફેઈને આપી મ્હાત
Novak Djokovic Wimbledon 1035 દિવસ, 11 ગ્રાન્ડ સ્લેમ અને 2 ફાઈનલ, છતાં જોકોવિચની 25મી ટાઈટલની પ્રતીક્ષા યથાવત!
Skydiving at 18,000 feet ઉંમર માત્ર આંકડો છે! ૮૦ વર્ષીય દાદાએ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કરી સ્કાયડાઈવિંગ
Exit mobile version