Site icon

દેશના ચાર યુવા શૂટર્સેની આત્મહત્યા કરી લેતા અભિનવ બિન્દ્રાએ આ પગલું ભર્યું. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

છેલ્લા કેટલાક મહિનામાં દેશના ચાર યુવા શૂટર્સે આત્મહત્યા કરી લેતા રમતજગતમાં ચકચાર મચી ગયો છે. ગુરુવારે, 26 વર્ષીય કોનિકા લાયકે પણ હાવડા જિલ્લામાં તેના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ધનબાદના ધનસરની રહેવાસી 26 વર્ષીય શૂટર રાષ્ટ્રીય સ્તરે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી હતી. કોનિકાને મદદ કરવા માટે સોનુ સૂદે થોડા સમય પહેલા તેને બંદૂક આપી હતી. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાએ ઉભરતા ખેલાડીઓની આત્મહત્યાના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. અભિનવ બિન્દ્રાએ તેના ફાઉન્ડેશન દ્વારા તણાવના આ સમયમાં શૂટરોને મદદ કરવાની ઓફર કરી છે. 

કોવિડ થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ સર્જરી થઈ. જાણો વિગતે.

અભિનવ બિન્દ્રાએ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રણિન્દર સિંહને પત્ર ચિંતા વ્યક્ત કરી પોતે મદદ કરવા તૈયાર હોવાની જાણકારી આપી હતી અને તેના ફાઉન્ડેશનને ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ સેશનનું આયોજન કરવાની પરવાનગી માંગી હતી. અભિનવ બિન્દ્રાએ ટિ્‌વટર પર તેને લખેલ પત્રનો ફોટો ટિ્‌વટ કરી જાણકારી આપી હતી, જેમાં દેશમાં ખેલાડીઓની આત્મહત્યાના કિસ્સાઓ તરફ ધ્યાન આપવા, ખેલાડીઓને સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પુરૂ પાડવા, જરૂરિયાતના સમયે રમતગમતની ઇકોસિસ્ટમમાં મદદ કરવા પોતાની તૈયારી દર્શાવી હતી. 

તાજેતરના મહિનાઓમાં શૂટિંગના ખેલાડીઓની આત્મહત્યાની ચોથી ઘટના છે, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હાલમાં યુવા પિસ્તોલ શૂટર ખુશપ્રીત કૌર સંધુએ નેશનલ ચેમ્પિયનશિપમાં ઓછા સ્કોર કર્યા બાદ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. ખુશપ્રીત સંધુએ લીમામાં છેલ્લી વર્લ્‌ડ ચેમ્પિયનશિપમાં જુનિયર ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. અગાઉ અન્ય બે શૂટર્સ હુનરદીપ સિંહ સોહલ અને નમનવીર સિંહ બ્રારે પણ કથિત રીતે આત્મહત્યા કરી હતી.

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version