ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અચાનક જ IPL માં નહી રમવાનો નિર્ણય કરીને દુબઈથી પરત આવી ગયો હતો. આ બાબત અંગે ઘણી અટકળો ચાલી રહી છે. હોટેલના રૂમ અંગેની ફરિયાદથી લઈને કેપ્ટન ધોની સાથે તકરાર અને કોરોનાથી ડરી જવાને કારણે તે પરત આવી ગયો, ત્યાં સુધીની વાતો થઈ રહી છે. જોકે, રૈનાએ હવે મૌન તોડ્યું છે. તેણે ટ્વીટ દ્વારા આ માટેનું કારણ જણાવ્યું છે.
સુરેશ રૈનાએ લખ્યું કે, 'પંજાબમાં મારા પરિવાર સાથે જે બન્યું તે ભયજનક છે. મારા ફુઆની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે, મારા ફુઈ અને મારા બે ભાઈઓ પણ આ હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયા છે. કમનસીબ મૃત્યુ સામે લડતા, મારા એક પિતરાઇ ભાઇનું નિધન થયું છે. મારી કાકીની હાલત ખૂબ જ નાજુક છે અને હાલમાં તે લાઇફ સપોર્ટ પર છે.
અન્ય એક ટ્વિટમાં રૈનાએ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ પોલીસને ટેગ કરતા લખ્યું કે, 'આજ સુધી અમને ખબર નથી હોતી કે તે રાત્રે શું થયું અને આ ઘટના કોણે કરી. હું પંજાબ પોલીસને આ મામલે તપાસ કરવાની વિનંતી કરું છું. કમસે કમ અમે એ જાણવાના હકદાર તો છીએ જ કે કોણે આ કૃત્ય કર્યું છે? તેણે આ સાથે ટ્વિટમાં પંજાબ પોલીસ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘને પણ ટેગ કર્યા હતા….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com