Site icon

આ ક્રિકેટર પોતાના વતનમાં પોતાના નામ થી વિશાળ સ્ટેડિયમ બનાવી રહ્યો છે. જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

ભારતમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત અને ક્રિકેટરો દેશમાં સેલિબ્રિટી છે. કરોડો ચાહકો તેમને ફોલો કરે છે તેમના વિશે જાણવા હંમેશા ઉત્સુક રહે છે. તેમની સારી-ખરાબ નાની-મોટી તમામ પ્રવૃતિઓ અને હરકતોથી લોકો પ્રભાવિત થાય છે. આવું જ કંઇક ભારતના યુવા ફાસ્ટ બોલર ટી.નટરાજને કર્યું છે અને લોકો તેના કામના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આઇપીએલ ૨૦૨૦માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે નટરાજને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું અને તેણે શાનદાર પ્રદર્શન કરી સૌને પ્રભાવિત કર્યા હતા.

ટી. નટરાજને ભારત માટે એક જ પ્રવાસમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધીમાં નટરાજન 1 ટેસ્ટ, 2 વન-ડે અને 4 ટી-20 રમી ચૂક્યો છે. એકંદરે તેણે 13 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ તરફથી ક્રિકેટ રમનાર ભારતના યુવા ક્રિકેટરના નામ પર એક શાનદાર મેદાન બની રહ્યું છે. પોતાના વતનમાં આ ક્રિકેટર એક વિશાલ સ્ટેડિયમ બનાવવા જઈ રહ્યો છે જેનું નામ તેણે નટરાજન સ્ટેડિયમ આપ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી રમતા ટી.નટરાજને ભારતીય ટીમમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેનો કરિયર ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેની વેધક બોલિંગ પર ફેન્સનો વિશ્વાસ વધી રહ્યો છે અને ટીમમાં પણ તે પોતાનું સ્થાન મજબુત બનાવી રહ્યો છે. એવામાં નટરાજન પોતાના ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રહ્યા છે. આ ગ્રાઉન્ડનું નામ નટરાજન ક્રિકેટ ગ્રાઉન્ડ રાખવામાં આવશે.

રસોઈ બનાવવી અને કાર ચલાવવી મોંઘી થઈ, આજે ફરી વધ્યા PNG-CNGના ભાવ; જાણો કેટલે પહોંચી કિંમત 

૩૦ વર્ષીય નટરાજને પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરી આ વિશે જાણકારી આપી હતી. નટરાજને લખ્યું હતું કે, મને જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે હું મારા ગામમાં તમામ સુવિધાઓ સાથેનું નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રહ્યો છું. મેં ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને આ વર્ષે ડિસેમ્બરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રહ્યો છું.

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
Exit mobile version