Site icon News Continuous Bureau | Mumbai

રોમાંચક મેચમાં ભારતની જીત- તોફાની બેટિંગ છતાં બાંગ્લાદેશનો પરાજય- સેમી ફાઈનલની દાવેદારી થઇ મજબૂત

News Continuous Bureau | Mumbai

ટી20 વર્લ્ડ કપ(T20 World cup) માં આજે એડિલેડમાં રમાયેલી ભારત અને બાંગ્લાદેશ(India vs Bangladesh) વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું છે. વરસાદ પડ્યા બાદ બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ અપાયો હતો. જ્યાં બાંગ્લાદેશ (Bangladesh)ની ટીમે 16 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે લિટન દાસે શાનદાર બેટિંગ(batting) કરીને 27 બોલમાં 60 રન બનાવ્યા હતા. જ્યારે ભારત (India) તરફથી અર્શદીપ સિંહે અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી.  આ જીત બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ -2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે ભારતની સેમી ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબૂત બની ગઈ છે.

Join Our WhatsApp Channel

પ્રથમ બેટિંગ કરતા ભારતે માત્ર 11 રનના સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી કેએલ રાહુલે 32 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો સૂર્યકુમાર યાદવે પણ 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ એક છેડો સંભાળી રાખ્યો હતો અને 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. સંયુક્ત પ્રયાસથી ભારતીય ટીમે 184 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : હદ કેહવાય- જિમ- લોકલ ટ્રેન બાદ હવે ટોલ પ્લાઝા પર બે મહિલાઓ બાખડી- એકબીજાના ખેંચ્યા વાળ- મારી થપ્પડો- જુઓ વાયરલ વિડીયો

રનનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. બાંગ્લાદેશે માટે સાત ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવ્યા હતા. જેમાંથી 59 રન એકલા લિટન દાસે બનાવ્યા હતા. લિટને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. લિટનની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશની સ્થિતિ મજબૂત બની ગઈ છે, પરંતુ વરસાદના કારણે લગભગ અડધા કલાકના વિરામે બાંગ્લાદેશી બેટ્સમેનોની લય તોડી નાખી હતી. જોકે બેટ્સમેનોએ છેલ્લી ઓવર સુધી સંઘર્ષ બતાવ્યો, પરંતુ તેમ છતાં બાંગ્લાદેશને જીત અપાવી શક્યા નહીં.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version