કોરોના મહામારીના સંકટને જોતા ટી20 વર્લ્ડ કપ 2021નું આયોજન હવે ભારતના બદલે UAEમાં થશે.
ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી શરૂ થશે અને તેની ફાઈનલ 14 નવેમ્બરના રોજ રમાઈ શકે છે.
જોકે BCCI તરફથી આ મામલે સત્તાવાર રીતે ICCને ટુર્નામેન્ટ ખસેડવા માટે પત્ર લખ્યો નથી
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે ICCએ ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત 2020ના ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરી દીધો હતો. બાદમાં ICCએ આ નિર્ણય કર્યો હતો કે ભારતમાં 2021, જ્યારે ઓસ્ટ્રેલિયામાં 2022 ટી20 વર્લ્ડ કપ રમાશે.
