કોરોના મહામારીના સંકટને જોતા ટી20 વર્લ્ડ કપ 2021નું આયોજન હવે ભારતના બદલે યુએઈમાં થશે.
આઇસીસીએ પુરુષ ક્રિકેટ ટી20 વર્લ્ડકપ 2021ની તારીખોની જાહેરાત કરી દીધી છે.
પુરુષ ક્રિકેટનો ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઈ અને ઓમાનમાં રમાશે.
જોકે UAE અને ઓમાન માં રમાનારા T20 વર્લ્ડકપના આયોજક હક્ક BCCI પાસે રહેશે.
ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી.
પેટ્રોલની વધતી કિંમતને કારણે લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ ઢળ્યા.વેચાણ વધ્યું; જાણો વિગત