Site icon

ઓ માય ગોડ – ઓસ્ટ્રેલિયાની ટીમ કોવિડ પોઝિટિવ ખેલાડી સાથે મેદાનમાં ઉતરી

News Continuous Bureau | Mumbai

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022(Commanwealth games 2022)માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની રવિવારે ઓસ્ટ્રેલિયા(Australia) સામે ફાઇનલ મેચ હતી, જેમાં ભારત(India)ને હાર્યા બાદ સિલ્વર મેડલ(Silver)થી સંતોષ માનવો પડ્યો હતો. આ દરમિયાન એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી તાહલિયા મેકગ્રા(Tahlia McGrath)ને કોવિડ પોઝિટિવ (Covid positive)હોવા છતાં પ્લેઈંગ ઈલેવન(Playing eleven)માં સ્થાન આપવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

છેલ્લા 2 વર્ષમાં આખી દુનિયાએ કોરોના મહામારી(Covid pandemic)નો પ્રકોપ જોયો છે, આવી સ્થિતિમાં મેચમાં કોરોના પોઝિટિવ ખેલાડીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે. અત્યાર સુધીનો આ પહેલો મામલો છે, જેમાં કોઈ પોઝિટિવ ખેલાડીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હોય. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શા માટે મેકગ્રાને મેદાનમાં ઉતારવામાં આવી? તેને પરવાનગી કેવી રીતે મળી? 

આ સમાચાર પણ વાંચો :  ચેક એન્ડ મેટ- વિશ્વનાથન આનંદ હવે આંતરરાષ્ટ્રીય સંસ્થામાં મહત્વપૂર્ણ પદ પર

ઓસ્ટ્રેલિયા વતી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે સાવચેતી રાખીને ઓલરાઉન્ડરને આ ફાઇનલમાં મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ડમે કહ્યું, 'કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયા પુષ્ટિ કરે છે કે ક્રિકેટર તાહલિયા મેકગ્રા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. CGA ના તબીબી સ્ટાફે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને પરિણામ વિશ્લેષણ ક્લિનિકલ નિષ્ણાત જૂથ અને મેચ અધિકારીઓની સલાહ લીધા પછી મેકગ્રા ભારત સામેની આ ફાઇનલમાં ભાગ લઈ રહી છે.

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના આ નિર્ણય બાદ ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો કોમનવેલ્થ ગેમ્સ બાદ સંક્રમણ ફેલાય છે તો તેની જવાબદારી કોની રહેશે.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય મહિલા હોકી ટીમે કર્યો કમાલ, 16 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત જીત્યો આ મેડલ અને પછી જોરદાર ઉજાણી- જુઓ વિડીયો

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version