Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટમાં મહાભારત : બાંગ્લાદેશનો બૅટ્સમૅન અને ઝિમ્બાબ્વેનો બોલર બંને મેદાન પર બાખડી પડ્યા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

બાંગ્લાદેશની ટીમ અત્યારે ઝિમ્બાબ્વે ટૂર પર છે. બંને ટીમ વચ્ચે હરારેમાં એકમાત્ર ટેસ્ટ મૅચ રમાઈ રહી છે, પરંતુ આ મૅચના બીજા જ દિવસે વિવાદ શરૂ થઈ ગયો હતો. બૅટિંગ દરમિયાન બાંગ્લાદેશી ખેલાડી તાસ્કિન અહેમદ અને ઝિમ્બાબ્વેનો બોલર બ્લેસિંગ મુઝરાબાની બાખડી પડ્યા હતા. બંને ખેલાડી વચ્ચે હાથાપાઈ થાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સમય દરમિયાન એ બંને વચ્ચે અપશબ્દોની પણ આપ-લે થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની એકમાત્ર ટેસ્ટ મૅચના બીજા દિવસે બંને ખેલાડી વચ્ચે ઝઘડો થયો હતો.

ભારતે ગોલ્ડન એરાના એક વધુ દિગ્ગજ ખેલાડીને ગુમાવ્યો, ડબલ ગોલ્ડ મેડલ જીતનાર હોકીના આ દિગ્ગજ ખેલાડીનું થયું નિધન

બાંગ્લાદેશની ઈનિંગ્સની 85મી ઓવરમાં બ્લેસિંગ મુઝરાબાનીના બીજા બોલ પર તાસ્કિન અહેમદે બૅકફુટ પર જઈને ડિફેન્સ કર્યું હતું. તાસ્કિને બોલ ડિફેન્સ કર્યા પછી ડાન્સ મૂવ્સ કર્યા હતા, જે બોલરને નહોતા ગમ્યા અને તે તાસ્કિન તરફ ધસી આવ્યો. તાસ્કિન પણ બોલરની આંખમાં આંખ નાખીને ઝઘડો કરવા લાગ્યો હતો. બોલર મુઝરાબાની પોતાનું માથું તાસ્કિનની હેલ્મેટ ગ્રિલને ટચ કરીને અપશબ્દો બોલ્યો હતો.

 

 

Indian Women Relay Team Gold મહિલા રિલેમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં દેશને મળ્યું પહેલું ગોલ્ડ
Gulveer Singh Asian Games ભારતીય એથ્લેટે રચ્યો નવો ઇતિહાસ, એક જ એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક લગાવનાર બન્યા બીજા ભારતીય
India vs Pakistan Asian Games ભારત અને પાકિસ્તાન આ દિવસે રમશે સેમિફાઇનલ નોંધી લો તારીખ અને સમય, ફાઇનલ માટે જોરદાર ટક્કર!
Neeru Dhanda Asian Games 2026 Gold એશિયન ગેમ્સમાં નીરૂ ઢાંઢાનો ઐતિહાસિક ગોલ્ડ ગેમ્સ રેકોર્ડ તોડીને ભારતનું ગૌરવ વધાર્યું, શૂટિંગમાં સુવર્ણ સફળતા!
Exit mobile version