ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર
આ વર્ષથી ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્પોન્સર તરીકે ટાટા ગ્રૂપ રહશે. અત્યાર સુધી વિવો મોબાઇલ કંપની પ્રમુખ સ્પોન્સર હતી. જેનું સ્થાન ટાટા ગ્રુપ એ લીધું છે. આ સંદર્ભે મીડિયા માં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ આ સ્પોન્સોર્શિપ પદ માટે ટાટા એ રૂ. ૬૭૦ કરોડ ચૂકવ્યા છે
ઉલ્લેખનીય છે કે Vivo પાસે 2018 થી 2022 સુધી ટાઇટલ સ્પોન્સરશિપ અધિકારો હતા. પરંતુ 2020માં ભારત અને ચીન ના સૈનિકો વચ્ચે તંગદિલી થતા વિવો કંપનીએ એક વર્ષ માટે બ્રેક લીધો હતો . હવે વિવો સ્પોન્સર્શીપ માંથી ખસી ગયું છે. આગામી સિરીઝ થી ટાટા જૂથ નો લોગો આઈપીએલ માં દેખાશે.