ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
વિજેતાઓનું સન્માન તો બધા કરે, પરંતુ સહેજ માટે તક ચૂકી ગયેલા ખેલાડીઓનું સન્માન કરીને દેશની સૌથી મોટી મોટર્સ કંપની ટાટા મોટર્સે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુરુવારે મેડલ ન જીતી શકનારા 24 ખેલાડીઓને કંપનીએ તેમના ગોલ્ડન પ્રયાસોનું સન્માન પોતાની જાણીતી ગોલ્ડ ક્લરની હૅચબૅક તાતા અલ્ટ્રોઝ કાર ગિફ્ટ કરી છે.
આ ખેલાડીઓમાં મહિલા હોકી ટીમ, ગોલ્ફર અદિતિ અશોક અને કુસ્તીબાજ દીપક પુનિયા સહિત અનેક 24 ખેલાડીઓ શામેલ છે.
ઉલ્લેખનીય છે કે ભારતે આ વખતે ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા છે. તે પહેલાં 2012માં લંડન ઓલિમ્પિક સમયે ભારતે 6 મેડલ જીત્યા હતા. તે સમયે 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ ખેલાડીઓએ મેળવ્યા હતા. જ્યારે આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભરતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા છે.
