ટીમ ઈન્ડીયા ના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે.
યૂસુફ પઠાણે ભારત માટે 57 વન ડે અને 22 T20 મેચ રમ્યા હતા અને તેઓએ 57 વન ડે મેચમાં 810 રન બનાવ્યા હતા. જેમાં તેમણે બે સદી અને 3 ફિફ્ટી ફટકારી હતી
યુસુફ પઠાણ છેલ્લા કેટલાક વર્ષથી ટીમ ઈન્ડીયાથી સતત બહાર રહ્યા હતા. આઈપીએલમાં પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ તેમને ટીમમાં સામેલ કરાયા નહોતા.
