ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
રાજકીય નેતા, બોલીવુડ સેલીબ્રિટી બાદ હવે ક્રિકેટર પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ હરભજને પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે.
હરભજન સિંહે ટ્વિટ કરી જાણકારી આપી છે કે હુ કોરોના પોઝીટીવ છુ. મને સામાન્ય લક્ષણ છે. મે પોતાને ઘરે જ ક્વોરન્ટાઈન કરી લીધો છે, હુ તમામ સાવધાની રાખી રહ્યો છુ.
સાથે પૂર્વ ક્રિકેટરે અપીલ કરી છે કે જે પણ તેમના સંપર્કમાં આવ્યા છે, તેઓ તાત્કાલિક પોતાનો ટેસ્ટ કરાવી લે અને પોતાનુ ધ્યાન રાખે.
ઉલ્લેખનીય છે કે હરભજન સિંહે થોડા સમય પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.