Site icon

ટીમ ઈન્ડિયા જશે બાંગ્લાદેશ ના પ્રવાસે , ODI અને T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ એક મહિનાનો આરામ કરી રહી છે. ટીમ પાસે હવે 12 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝનો લાંબો પ્રવાસ છે.

Team India will tour Bangladesh, ODI and T20 series schedule announced

Team India will tour Bangladesh, ODI and T20 series schedule announced

News Continuous Bureau | Mumbai

ભારતીય (INDIA)  પુરૂષ ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ એક મહિનાનો આરામ કરી રહી છે. ટીમ પાસે હવે 12 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝનો લાંબો પ્રવાસ છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. આ વર્ષે ODI વર્લ્ડ કપ અને એશિયા કપ પણ ODI ફોર્મેટમાં હશે, જેના કારણે આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગુરુવારે મોડી રાત્રે એક અહેવાલ સામે આવ્યો છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસની માહિતી મળી છે. આ પ્રવાસ મહિલા ક્રિકેટ ટીમ નો હશે.

Join Our WhatsApp Community

મહિલા ક્રિકેટ ટીમની વાત કરીએ તો મહિલા પ્રીમિયર લીગ બાદથી મહિલા ખેલાડીઓ સતત આરામ પર છે. આ દરમિયાન એક મોટી માહિતી સામે આવી છે, જે મુજબ બાંગ્લાદેશ (BANGLADESH)  ક્રિકેટ બોર્ડે ત્રણ મેચની ODI અને T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની યજમાની કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રવાસ જુલાઈમાં જ થશે, જેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આ પ્રવાસની શરૂઆત 9 જુલાઈએ T20 શ્રેણીની પ્રથમ મેચથી થશે. અને તેનો અંત 22 જુલાઈએ છેલ્લી ODI સાથે થશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ટીમ આ માટે 6 જુલાઈએ ઢાકા પહોંચશે.

અહીં 11 વર્ષમાં પ્રથમ વખત મહિલા આંતરરાષ્ટ્રીય મેચ રમાશે

ક્રિકબઝ દ્વરા મળેલ માહિતી મુજબ, બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શફીઉલ આલમ ચૌધરી નડેલે જુલાઈમાં યોજાનારી શ્રેણીની પુષ્ટિ કરી. તેણે કહ્યું કે જુલાઈમાં અમે સફેદ બોલની શ્રેણી માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યજમાની કરીશું. આ તમામ મેચ શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં યોજાશે. આ આખા દિવસની મેચો હોઈ શકે છે જેનો સમય હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે 11 વર્ષમાં આ પ્રથમ વખત હશે જ્યારે અહીં મહિલા ક્રિકેટ ટીમની આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. છેલ્લી વખત બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે અહીં આંતરરાષ્ટ્રીય મેચ 2012માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.

 

આ સમાચાર પણ વાંચો  પેઈડ બ્લુટીકથી તેને ચાર્મ ઓછો થયો પણ તેનાંથી એકાઉન્ટ રીચ, પ્રોટેક્શન અને સિક્યોરિટી વધે છે

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version