ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
દુનિયાના મોટાભાગના દેશોમાં હવે કોરોનાએ ફરીથી ઉથલો મારવાની શરૂઆત કરી દીધી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
સ્પેન પહોંચ્યા બાદ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. નડાલે સોમવારે આ માહિતી આપી છે.
નડાલે નિવેદનમાં કહ્યું કે હું જણાવવા માંગુ છું કે અબુ ધાબી ટૂર્નામેન્ટ રમીને ઘરે પરત ફરતી વખતે હું કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સ્પેન પહોંચીને, મારો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નડાલ હાલમાં જ ઈજાગ્રસ્ત થયા બાદ ટેનિસ કોર્ટ પર પરત ફર્યો હતો.
આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ
