ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમી (NCA)ના પ્રમુખ રાહુલ દ્રવિડ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ વન-ડે અને ત્રણ T–20 મૅચ માટે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનશે.
આ પહેલાં 2014માં ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન તેઓ બૅટિંગ સલાહકારના રૂપમાં કામ કરી ચૂક્યા છે
શ્રીલંકા સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી મહિનાના અંતમાં થવાની આશા છે