ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
ભારતીય ક્રિકેટ ટીમના માથેથી કોરોનાની ઘાત જવાનું નામ નથી લઈ રહી. ગત ચાર તારીખે વિકેટકીપર અને બેટ્સમેન એવા રુદ્ધિમાન સાહાને કોરોના થયો હતો. ત્યાર બાદ તેનો ઇલાજ કરવામાં આવ્યો અને દસ દિવસ પછી જ્યારે તેનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડમાં થનાર સિરીઝ માટે રુદ્ધિમાનનું સિલેક્શન થયું છે. તે હૈદરાબાદ તરફથી આઇપીએલમાં રમી રહ્યો હતો તે દરમિયાન તેને કોરોના લાગુ પડ્યો હતો.
વાવાઝોડા સંદર્ભે હવામાન વિભાગે કરી આ આગાહી. આ કાંઠા ના વિસ્તારો ને સજ્જ રહેવાના નિર્દેશ અપાયા.
હવે જો આગામી 25 તારીખ સુધી તે કોરોનામાંથી બહાર નહીં આવી શકે તો તેને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી પડતો મૂકવો પડશે.
આમ ભારતીય ટીમના માથેથી કોરોનાની ઘાત જવાનું નામ લેતી નથી.
