Site icon News Continuous Bureau | Mumbai

આ ભારતીય મહિલા ખેલાડીએ ઑલિમ્પિક્સમાં શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું; હવે થઈ શકે છે કાર્યવાહી, જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ભારતની મહિલા ખેલાડીએ ટોકિયો ઑલિમ્પિક્સ દરમિયાન શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ભારતની ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા પર હવે ઍક્શન લેવાઈ શકે છે. મનિકા ઑલિમ્પિક્સમાં રમતી હતી ત્યારે તેણે રાષ્ટ્રીય કોચની મદદની જરૂર હતી, પરંતુ તેણે મદદ લીધી  ન હતી. તે તેના ખાનગી ટ્રેનરને ટોકિયો લઈ ગઈ હતી, પરંતુ તેના ખાનગી કોચને આયોજકોએ પ્રવેશ આપ્યો ન હતો.

સૌમ્યાદીપ રોય ભારતના રાષ્ટ્રીય કોચ છે. 2016 માંતેઓએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમને અર્જુન ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. મનિકાના પર્સનલ ટ્રેનર કૉ-ઑર્ડિનેટર સમન્વય પરાંજપે છે. મનિકા તેના ખાનગી કોચ પરાંજપેને સાથે લઈને ઑલિમ્પિકમાં ગઈ હતી, પરંતુ આયોજકોએ પરાંજપેને મણિકા સાથે પ્રૅક્ટિસ કરવાની તક આપી ન હતી. તેમનો સ્થળ પરનો પ્રવેશ પણ નકાર્યો હતો. જ્યારે ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે મણિકાએ રાષ્ટ્રીય કોચ રોયની મદદ જોઈતી હતી, પરંતુ તેણે એમ કર્યું નહીં.

CAA લાગુ કરવા સરકારને હજી વધુ સમય લાગશે; ગૃહ મંત્રાલયે સંસદમાં માગી આ નવી મુદત, જાણો વિગત

ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી અરુણકુમાર બેનર્જીએ આ મામલે એક મીડિયા હાઉસને કહ્યું કે “મનિકાએ શિષ્ટાચાર પાળ્યો નથી. તેના બેદરકારીભર્યા વર્તન માટે કાર્યવાહી કરવામાં આવશે. સ્પર્ધા શરૂ થઈ ત્યારે તેણે રાષ્ટ્રીય કોચની બાજુમાં બેસી અને તેમનું માર્ગદર્શન મેળવવું જોઈતું હતું, પરંતુ તેણેએમ કર્યું ન હતું. મનિકા વિરુદ્ધ શું પગલાં ભરવાંએ નિર્ણય લેવા ટેબલ ટેનિસ ફેડરેશનની એક બેઠક યોજાશે.”

Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
Exit mobile version