Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારો કિસ્સો : સાત વર્ષ પહેલાં કરેલા ટ્વીટને કારણે ઇંગ્લૅન્ડનો આ સુપર ફાસ્ટ બોલર ટીમમાંથી સસ્પેન્ડ થયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન પર ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કડક કાર્યવાહી કરી છે. સાત  વર્ષ પહેલાંઓલી રોબિન્સનેકરેલી જૂની આપત્તિજનક પોસ્ટ મામલે તપાસનું પરિણામ ન આવે ત્યાં સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથીતેને સસ્પેન્ડ કરાયો છે. રોબિન્સને ૨૦૧૨ અને ૨૦૧૩માં તેના ટ્વીટ પર ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટ મૅચ દરમિયાન માફી માગી હતી.

રોબિન્સને ૭ વર્ષ અગાઉ ટ્વિટર પર લિંગભેદ અને રંગભેદ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેણે ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી પહેલી જ વારમાં ૭૫ રનમાં ૪ વિકેટ લીધી હતી. ત્યાર બાદ પાંચમા ક્રમે બૅટિંગમાં આવીને નિર્ણાયક ૪૨ ૨ન પણ ફટકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઇસીબીએ તેને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધો હોવાથી તે ૧૦ જૂનથી એજબેસ્ટનમાં બીજા ટેસ્ટના સિલેક્શનમાં નહીં હોય. આથી રોબિન્સને તરત ઇંગ્લૅન્ડની ટીમ છોડી છે અને તેની કાઉન્ટી ટીમ સાથે ફરી જોડાયો છે.

ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર ; IPL ની બાકી મેચો આ તારીખથી થશે શરૂ

આ વિશે ભારતીય ક્રિકેટર અશ્વિન રવિએ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે “હું વર્ષો પહેલાં  ઓલી રોબિન્સને જે કર્યું તેના પ્રત્યેની નકારાત્મક લાગણીઓને હું સમજી શકું છું, પરંતુ તેની કારકિર્દીની પ્રભાવશાળી શરૂઆત પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાથી મને ખરેખર દુ:ખ થયું છે.

PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Exit mobile version