ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ.
આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે.
જો કે હજુ મેડલની આશા જીવંત છે. મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો હતો.
કેપ્ટન રાની રામપાલના નેતૃત્વવાળી મહિલા ટીમે ગ્રુપ મેચોમાં વિશ્વની નંબર-1 ટીમ નેધરલેન્ડ સામે 1-5, જર્મની વિરુદ્ધ 0-2 અને ગ્રેટ બ્રિટન સામે 1-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
IND vs PAK: આવી ગઈ T20 વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચેની મેચની તારીખ, આ દિવસે એકબીજા સાથે ટકરાશે!
