Site icon

બૉક્સર લવલીનાની સેમિફાઇનલમાં થઈ હાર, છતાં રચ્યો ઇતિહાસ; જાણો કોણ છે લવલીના બોર્ગોહાઈ, જેણે ભારતને મેડલ અપાવ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ભારતીય મહિલા બૉક્સર લવલીના બોર્ગોહાઈની ટોકિયો ઑલિમ્પિકની સેમિફાઇનલમાં હાર થઈ છે અને એ સાથે જ તે ત્રીજા ક્રમાંકે કાંસ્ય પદક વિજતા બની છે. લવલીનાએ ભારત માટે બીજો ઑલિમ્પિક મેડલ પીવી સિંધુ અગાઉ જ નિશ્ચિત કરી લીધો હતો. તેની પાસે બ્રોન્ઝ મેડલને સિલ્વર કે ગોલ્ડમાં તબદીલ કરવાનો મોકો હતો, પંરતુ તેણે દુનિયાની નંબર વન મહિલા બૉક્સર બુસેનાઝ સુર્મેનલી સામે હારનો સામનો કરવો પડ્યો. સેમિફાઇનલમાં હાર સાથે જ તે ત્રીજા ક્રમાંકે રહી છે અને તેને બ્રોન્ઝ મેડલ એનાયત થશે.

સેમિફાઇનલની હાર બાદ લવલીનાએ કહ્યું કે તે બહેતર ન કરી શકી એનાથી નાખુશ છે. તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, પણ નિશાન તો ગોલ્ડ મેડલ જ હતું. ઑલિમ્પિકમાં મહિલાઓનાં પ્રદર્શન અંગે તેણે કહ્યું કે, આનાથી અનેક છોકરીઓને પ્રેરણા મળશે.

મહારાષ્ટ્ર સરકારથી નારાજ પુણેના વેપારીઓ આજથી કરશે આ કામ; જાણો વિગત

લવલીનાએ જે નિએન-ચિન ચેન સામે જીત મેળવી, તે ભૂતપૂર્વ વિશ્વ ચૅમ્પિયન છે અને ભૂતકાળમાં કેટલાક મુકાબલામાં તેણે લવલીનાને હરાવી પણ હતી. લવલીના વર્ષ 2018ની વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ તેની સામે હારી હતી, પરંતુ આ વખતે તેણે જીત મેળવી છે. ભારતનાં નાનાં ગામ-કસબામાંથી આવતા અન્ય ખેલાડીઓની જેમ જ 23 વર્ષીય લવલીના પણ આર્થિક પરેશાનીઓનો સામનો કરીને ઑલિમ્પિક સુધી પહોંચી છે. લવલીનાને માઇક ટાયસનની સ્ટાઇલ પસંદ છે, પણ મહમદ અલી તેને પ્રિય છે. જોકે આ બધાથી અલગ તેને પોતાની એક ઓળખ પણ ઊભી કરવી છે.

કિક બૉક્સિંગથી બૉક્સર બનવાની સફર

આસામના ગોલાઘાટ જિલ્લામાં 2 ઑક્ટોબર, 1997એ ટિકેન મામોની બોર્ગોહાઇના ઘરે લવલીનાનો જન્મ થયો હતો. તેના પિતા ટિકેન એક નાના વેપારી હતા અને પોતાની દીકરીની ઇચ્છાઓ પૂરી કરવામાં, તેને સાથ આપવા તેમણે ખૂબ આર્થિક સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમને લવલીના સહિત ત્રણ દીકરી હતી અને પાડોશીઓની ઘણી વાતો સાંભળવી પડતી હતી. જોકે એને અવગણીને જોડકી બહેનો લિચા અને લીમાએ કિક બૉક્સિંગ શરૂ કરી અને આ જોઈને લવલીના પણ તેમની સાથે જોડાઈ. લવલીનાની બંને બહેનો કિક બૉક્સિંગમાં નૅશનલ ચૅમ્પિયન બની, પરંતુ લવલીનાએ પોતાના માટે કંઈક અલગ વિચારી રાખ્યું હતું.

પ્રાઇમરી સ્કૂલમાં 'સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'ની ટ્રાયલ થઈ એમાં કૉચ પાદુમ્ બોરોની નજર લવલીના પર પડી અને એ રીતે વર્ષ 2012થી બૉક્સિંગ તાલીમનો આરંભ થયો. પાંચ વર્ષની અંદર તે એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ સુધી પહોંચી ગઈ. જોકે લવલીનાને ભારતમાં એક અલગ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડ્યો. તેની કૅટેગરીમાં મહિલા ખેલાડી ઓછી છે, આથી તેને અભ્યાસ માટે 'સ્પારિંગ પાર્ટનર' નથી મળતી. તેણે ઘણી વાર એવા ખેલાડીઓ સાથે અભ્યાસ કરવો પડે છે જે 69 કિલોગ્રામ વર્ગના નથી હોતા.

ટોકિયો ઑલિમ્પિક અગાઉ અમુક મહિના લવલીના માટે મુશ્કેલ ભર્યા હતા. લવલીનાનાં માતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી એટલે તે તાલીમમાં નહોતી જોડાઈ શકી. સર્જરી બાદ લવલીના તાલીમમાં પરત ફરી. જોકે કોરોનાની બીજી લહેરને કારણે તેને લાંબો સમય પોતાના રૂમમાં જ વીડિયો માફરતે તાલીમ લેવી પડી, કારણ કે કોચિંગ સ્ટાફના અમુક સભ્યો એ વખતે કોરોનાથી સંક્રમિત હતા.

અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’માં ઇંદિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી આ ઍક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો

લવલીનાની કારકિર્દીમાં મહત્ત્વનો પડાવ વર્ષ 2018માં આવ્યો, જ્યારે કૉમનવેલ્થ ગેમ્સ માટે તેની પસંદગી કરવામાં આવી. જોકે લવલીનાને આ વિશે સત્તાવાર સૂચના નહોતી અપાઈ અને તેને અખબાર મારફતે આ વાત જાણવા મળી હોવાની વાતનો વિવાદ પણ થયો હતો. કૉમનવેલ્થમાં તે મેડલ જીતી ન શકી, પરંતુ અહીંથી તેણે રમતની તકનિક અને માનસિક તથા મનોવૈજ્ઞાનિક પાસાં પર કામ કરવાનું શરૂ કર્યું.

તાજેતરમાં ટોકિયો ઑલિમ્પિકમાં મણિપુરની મીરાબાઈ ચાનુએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો ત્યારે હવે પૂર્વોત્તરની જ લવલીનાએ પણ મેડલ પાક્કો કરી લીધો છે. આસામમાં લવલીનાને લઈને એટલો ઉત્સાહ છે કે આસામના મુખ્ય પ્રધાન અને વિપક્ષના ધારાસભ્યોએ એકસાથે લવલીનાના સમર્થનમાં સાઇકલ રૅલી કાઢી હતી.

મહારાષ્ટ્ર સરકારથી નારાજ પુણેના વેપારીઓ આજથી કરશે આ કામ; જાણો વિગત 

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version