ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પહેલો મુકાબલો જીતી લીધો છે.
તેમણે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર,ટિગરેરોસ ઉરબાનોને મ્હાત આપી છે.
પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની 57 કિલોગ્રામ શ્રેણીમાં, ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ બીજા રાઉન્ડમાં કોલમ્બિયાનાં ઓસ્કરને 13-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
હવે રવિ દહિયા ક્વાર્ટર ફાઇનલમાં બલ્ગેરિયાનાં વેલેન્ટાઇનોવ જ્યોર્જી વેંગલોવ સામે ટકરાશે.
પશ્ચિમ બંગાળમાં પૂરપ્રકોપ, રાજ્યમાં આટલા લોકોના નિપજ્યા મોત, લાખો લોકો ઘર વિહોણા થયા
