ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે.
નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 44 વર્ગમાં 2.07 મીટરનો જમ્પ માર્યો અને બીજા સ્થાન પર રહ્યો.
આ ભારતીય પેરા એથલીટનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ 2.05 મીટર જમ્પ હતો.
આ નવા વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રવીણ કુમારે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો છે.
હાલમાં પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યા છે. ભારતના ખાતે હવે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે.
