ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
ટોક્યો ખાતે રમાઈ રહેલા પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે.
ભારતીય ખેલાડી અવની લાખેરાએ 10 મીટર એર રાઈફલ્સ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
19 વર્ષના આ ધુરંધર મહિલા શૂટરે 10 મીટર એર રાઇફલના ક્લાસ એસએચ1માં પહેલું સ્થાન મેળવ્યું છે.
તેમણે 249.6નો સ્કોર કર્યો હતો અને ટોપ પર રહ્યા હતા, પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનો શૂટિંગમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે.
