ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
ટોકિયો પેરાલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે.
આજે પુરષોના ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં યોગેશ કઠુનિયાએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે.
યોગેશ કથુનિયાએ F56 કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. જ્યારે ભાલા ફેંકમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર મેડલ અપાવ્યો હતો અને સુંદર સિંહ ગુર્જરે આ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અવનિ લખેરાએ શૂટિંગ માટે ભારતમાં જીતેલા ગોલ્ડ મેડલ બાદ જાણે ભારત પર મેડલોનો વરસાદ થયો હતો અને ખેલાડીઓએ બે જ કલાકમાં ભારતને એક ગોલ્ડ સહિત ચાર મેડલ અપાવ્યા છે.