Site icon

ટોક્યો પેરાલમ્પિક: સુમિત અંતિલે ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ, આ ગેમમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ટોક્યો પેરાલમ્પિકમાં ભારતના જેવલિન થ્રોઅર્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. 

સુમિત અંતિલે ભારતને આ સ્પર્ધામાં ત્રીજો મેડલ અપાવ્યો છે, તેમણે સોમવારે પુરૂષો (એફ 64 વર્ગ)ના ફાઇનલ મુકાબલામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

સુમિતે 68.55 મીટર દૂર ભાલો ફેકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિત આંતિલનો આ થ્રો વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે.

સુમિત પહેલા અવનિ લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો, તેણે સોમવારે મહિલાઓની આર-2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ 1માં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

આ પહેલા સોમવારે જ દેવેન્દ્ર ઝાઝરિયા અને સુંદર સિંહ ગુર્જરે પણ જેવેલિન થ્રોમાં મેડલ જીત્યો હતો. દેવેન્દ્રને સિલ્વર તો સુંદર સિંહે બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો.

જગત મંદિર દ્વારકામાં આજે 5248મો શ્રીકૃષ્ણ જન્મોત્સવ, હજારોની સંખ્યામાં ઊમટ્યા ભાવિક ભક્તો

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version