ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સે કમાલ કરી નાખ્યો છે.
મનિષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે સિંહરાજે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો.
P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએસ-1 ફાઈનલમાં મનિષ નરવાલે 218.2નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે સિંહરાજ 216.7 અંક સાથે બીજા સ્થાન પર રહ્યા.
આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિકમાં મનિષ નરવાલે ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે.
હાલના ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીતી લીધા છે.
ભારતના ફાળે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
