ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં આજે ભારતે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતના બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે SL3 કેટેગરીની ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 21-17થી હરાવ્યો છે.
પ્રમોદે પહેલા શૂટિંગમાં એસએચ-1 કેટેગરીની 50 મીટર એર પિસ્તોલમાં મનીષ નરવાલને ગોલ્ડ અને સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ભારતને 4 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મળીને 16 મેડલ મળ્યા છે.
કાશ્મીરમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ જારી, ઘાટીમાં આ સેવા ફરી એકવાર બંધ; જાણો વિગતે
