ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ક્રિકેટની સૌથી જૂની લડાઈ એટલે કે એશિઝ સિરીઝ પર કોરોના તબાહી મચાવી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સિડનીમાં રમાનાર ચોથી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમનો ટ્રેવિસ હેડ કોરોનાની ઝપેટમાં આવ્યો છે.
કોરોનાના ચુંગાલમાં ફસાયા બાદ હેડ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
મિશેલ માર્શ, નિક મેડિન્સન અને જોશ ઈંગ્લિશને ઓસ્ટ્રેલિયન ટીમમાં કવર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટ્રેવિસ હેડ એશિઝ શ્રેણીમાં કોરોના પોઝિટિવ બનનાર પ્રથમ ખેલાડી છે.
નવા વર્ષથી થશે આ ફેરફાર : ૧ જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે