Site icon News Continuous Bureau | Mumbai

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ચાલુ ફાઇનલ મૅચમાંથી બે ભારતીય દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢી મુકાયા; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલના પાંચમા દિવસે સ્ટેડિયમમાંથી બે દર્શકોને તગેડી મુકાયા હતા. આરોપ છે કે તેઓએ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન રોસ ટેલર પર નસલીય ટિપ્પણી કરી હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની જનરલ મૅનેજ ક્લેયર ફ્લોંગે ટ્વીટ કરી આ કાર્યવાહીની જાણકારી આપી છે.

હકીકતે ડોમિનિક ડા સૂજા નામના એક ટ્વિટર યુઝર્સે ICCના GMને ટેગ કરી ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ પર બે ભારતીય દર્શકોએ નસલીય ટિપ્પણી કરી હોવાની ફરિયાદ કરી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે “શું મેદાન પર કોઈ દર્શકોના વર્તન પર ધ્યાન રાખવાવાળું છે? અહીં એક શખસ ન્યૂઝીલૅન્ડની ટીમ વિરુદ્ધ અપશબ્દ ઉચ્ચારી રહ્યો છે. આખો દિવસ આ શખસ ન્યૂઝીલૅન્ડ ટીમ વિરુદ્ધ અપશબ્દો બોલ્યો હતો ત્યાં સુધી કે રોસ ટેલર વિરુદ્ધ નસલીય ટિપ્પણી પણ કરી હતી.”

સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા સુપરસ્ટાર સામે જોરદાર ઇનિંગ્સ રમેલા આ ક્રિકેટરને અત્યારે ભીખ માગવાનો વારો આવ્યો; રસ્તા પર રીતસર ભીખ માંગે છે

આ ટ્વીટ બાદ ICCની GM હરકતમાં આવી અને તેઓએ સુરક્ષાકર્મીઓને ઘટનાસ્થળે મોકલી દુર્વ્યવહાર કરનારા દર્શકોને બહાર તગેડી મૂક્યા હતા. ક્લેયરે ટ્વીટ કરી સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version