ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
ટીમ ઇન્ડિયાની મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિ પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. તેની બહેન વત્સલા શિવ કુમાર નું કોરોના ને કારણે નિધન થયું છે. આ માહિતી વેદાંતના કોચ એ સોશિયલ મીડિયા ના માધ્યમથી આપી હતી. બે સપ્તાહ અગાઉ વેદા ની માતાનું કોરોના ને કારણે નિધન થયું હતું. તે સમયે તેણે પોતે સોશિયલ મીડિયા પર લોકોને આહવાન કર્યું હતું કે તેની બહેનની તબિયત સારી નથી અને તેને લોકો ની પ્રાર્થનાઓ ની જરૂર છે.
નેપાળમાં રાજનીતિનો ખેલાયો ઊંચો દાવ, ઓલી સરકારે બહુમત ગુમાવ્યો.
આમ વેદા ની માં અને બહેન આ બંનેનું કોરોના ને કારણે નિધન થયું છે.
ઉલ્લેખનીય છે કે વેદા એ ભારતીય ક્રિકેટ ટીમની એક સ્ફોટક ખેલાડી છે. તેણે ભારત માટે અત્યાર સુધી 46 દિવસીય મેચ અને 76 ટી૨૦ ક્રિકેટ મેચ રમી છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડકપની મેચ પણ રમી છે.
