ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
22 જાન્યુઆરી 2021
ભારતે ઓસ્ટ્રેલિયા ની જમીન પર ઓસ્ટ્રેલિયાનું વેંત ભરીને નાક કાપ્યું છે. જો કે ભારતીયો ને અપમાનિત કરવા માટે ઓસ્ટ્રેલિયાએ ઘણા તરકટ રચ્યા હતા. હવે ભારતીય ટીમ જ્યારે સૂવા ગૃહે પ્રવેશી છે ત્યારે એક પછી એક બધી વિગતો સામે આવી રહી છે. પરત ફરેલા મોહમ્મદ સિરાજે ખુલાસો કર્યો કે માત્ર પ્રેક્ષકો નહીં અમ્પાયરો પણ ભારતીયોની વિરુદ્ધમાં હતા. અમે જ્યારે અમ્પાયરને ફરિયાદ કરી કે પ્રેક્ષકો હેરાન કરી રહ્યા છે ત્યારે અમ્પાયરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો તમને તકલીફ થઇ રહી હોય તો તમે મેદાન છોડીને જઈ શકો છો.
આમ જ્યારે ખેલાડીઓનો અપમાન થતું હતું ત્યારે અમ્પાયરોએ પણ ભારતીય ને મદદરૂપ થવાના સ્થાને તેમને ટાળી રહ્યા હતા.
