ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 05 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ટોક્યો ઓલિમ્પિકમાં મુકાબલો લડ્યો.
આ મુકાબલામાં મહિલાઓની 53 કિલો કેટેગરીના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્વીડનની સોફિયાને સરળતાથી મ્હાત આપી. પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તેઓ હારી ગયા છે.
બેલારુસના વેનેસાએ વિનેશને ક્વાર્ટર ફાઇનલમાં 9-3થી હરાવ્યા.
જો કે વિનેશ પાસે હજી પણ મેડલ જીતવાનો મોકો છે. પરંતુ તે માટે બેલારુસના રેસલરનુ ફાઇનલમાં પહોંચવુ જરુરી છે.
જો તેઓ ફાઇનલમાં જાય છે તો વિનેશ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ પર દાંવ લગાડી શકે છે.
