Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કપડા વેંચી રહ્યોં છે ડુપ્લિકેટ વિરાટ કોહલી, અસલી કોહલીએ PUMAને કરી ફરિયાદ

Virat Kohli On Impersonator Selling Puma Shoes mumbai

   News Continuous Bureau | Mumbai

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ( Virat Kohli  ) ફિટનેસ અને લુકને કારણે દુનિયાભરમાં તેના ચાહકો છે. તેના ચાહકો તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે. તેથી વિરાટ જેવા જ દેખાતા ( Impersonator ) તેના ચાહકો ઘણીવાર ક્રિકેટ સ્ટેડિયમ અથવા અન્ય સ્થળોએ જોવા મળે છે. હાલ વિરાટ જેવો દેખાતો યુવક મુંબઈના ( mumbai ) બાંદ્રામાં લિંકિંગ રોડ પર પ્યુમા બ્રાન્ડના શૂઝ  ( Puma Shoes ) અને કપડાં વેચતો ( Selling )  જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને કોહલીએ આ અંગે પ્રતિક્રિયા આપીને પુમાને ફરિયાદ કરી છે.

Join Our WhatsApp Channel

વિરાટ કોહલીએ ( Virat Kohli  ) તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી એક વીડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં વિરાટ કોહલી જેવો જ દેખાઈ ( Impersonator ) રહેલો એક યુવક મુંબઈના ( mumbai ) રસ્તાઓ પર પુમા બ્રાન્ડના શૂઝ ( Puma Shoes ) અને કપડાં વેચતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરતા કોહલીએ લખ્યું, “પુમા ઈન્ડિયા ( Puma ) . કોઈ મારી નકલ કરી રહ્યું છે અને મુંબઈના લિંકિંગ રોડ પર પુમા પ્રોડક્ટ્સ વેચી રહ્યું છે. શું તમે કૃપા કરીને આમાં તપાસ કરી શકશો?

આ સમાચાર પણ વાંચો:  કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂણેના લોહેગાંવ એરપોર્ટ ખાતે ઈન્ટિગ્રેટેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે મલ્ટી લેવલ કાર પાર્કિંગનું ઉદ્ઘાટન કર્યું

રસપ્રદ વાત એ છે કે આ વ્યક્તિ કોહલી ( Virat Kohli  ) હોવાનો ઢોંગ કરીને લોકોને સેલ્ફી લેવા દે છે. કપડાં અને ચંપલ વેચતો આ વ્યક્તિ માત્ર વિરાટ કોહલી જેવો દેખાતો નથી, તે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પણ પહેરે છે. અને આ જર્સી પર PUMA લખેલું છે. તો હવે જોવાનું એ રહેશે કે પુમા કંપની આ ડુપ્લીકેટ કોહલી પર શું કાર્યવાહી કરે છે.

Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Exit mobile version