ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
તાજેતરમાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ પોતે T20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની પાસેથી વન ડે ટીમની કેપ્ટનશિપ પણ છીનવી લીધી છે. હવે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેના સ્થાને રોહિત શર્માને કમાન સોંપવામાં આવી છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર વિરાટ ODI ટીમની કેપ્ટનશીપ છોડવા માંગતો નહોતો. તે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માંગતો હતો પરંતુ BCCIની યોજના અલગ હતી. અહેવાલો અનુસાર, BCCIએ વિરાટ કોહલીને કેપ્ટનશિપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો પરંતુ તેણે કેપ્ટનશીપ છોડી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે સાડા ચાર વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરનાર વિરાટ કોહલીને BCCI સન્માનજનક રસ્તો આપવા ઈચ્છતી હતી, પરંતુ તેણે બોર્ડની વાત ન માની, જેના પછી તેને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો. જોકે, આ મામલે હજુ સુધી વિરાટ કોહલીનું નિવેદન આવ્યું નથી.
ભાજપના આ નેતાના સમર્થનમાં પોલીસ સ્ટેશન પર ભાજપના વિધાનસભ્યોએ કરી ઘેરાવબંધી; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ એક કેપ્ટન તરીકે ઘણું બધું હાંસલ કર્યું છે પરંતુ તે ICC ટ્રોફી જીતી શક્યો નથી અને આ જ બાબત તેની વિરુદ્ધ ગઈ હતી. વિરાટના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019 અને T20 વર્લ્ડ કપ 2021 જીતી શકી નથી.
