ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે
પ્રાપ્ત જાણકારી મુજબ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે આગામી 2021 ટી 20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી 20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે.
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેણે આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. તેમણે કહ્યું કે કામનો બોજ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ વન-ડે અને ટેસ્ટમાં ભારતની કપ્તાની કરશે. તેમણે પોતાની પોસ્ટમાં એ પણ જાહેરાત કરી છે કે તેઓ એક બૅટ્સમૅન તરીકે T-20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.
નોંધનીય છે કે વિરાટ કોહલી અત્યાર સુધી કુલ 89 આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમ્યા છે. જેમાં તેમણે 52.65 રનની સરેરાશ સાથે કુલ 3,159 રન બનાવ્યા છે.
