Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર: કોહલીની મોટી જાહેરાત, T20 ટીમના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે

પ્રાપ્ત જાણકારી મુજબ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે આગામી 2021 ટી 20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી 20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે.

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેણે આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. તેમણે કહ્યું કે કામનો બોજ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ વન-ડે અને ટેસ્ટમાં ભારતની કપ્તાની કરશે. તેમણે પોતાની પોસ્ટમાં એ પણ જાહેરાત કરી છે કે તેઓ એક બૅટ્સમૅન તરીકે T-20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. 

નોંધનીય છે કે વિરાટ કોહલી અત્યાર સુધી કુલ 89 આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમ્યા છે. જેમાં તેમણે 52.65 રનની સરેરાશ સાથે કુલ 3,159 રન બનાવ્યા છે.

મુંબઈમાં મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાન, આવતીકાલે શહેરના આ વેક્સિનેશન સેન્ટર પર માત્ર મહિલાઓને મળશે રસી; જાણો વિગતે 

 

Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
Asian Games 2026 એશિયન ગેમ્સમાં મોટો વિવાદ! ભારતીય રોઅર્સે આપી હડતાળની ચીમકી, ઇવેન્ટ બદલાતાં રોષ
India Defeats Pakistan In Table Tennis ટેબલ ટેનિસ કોર્ટ પર ભારતનો એકતરફી વિજય પાકિસ્તાનને ૩૦ થી ધૂળ ચટાવી, પણ મેદાનમાં જોવા મળ્યો ખેલદિલીનો અદભુત સંયોગ
Exit mobile version