Site icon

વિરાટ કોહલીની કુલ સંપત્તિ 950 કરોડથી પણ વધુ છે, આઈપીએલની એક સિઝનમાં મળે છે આટલા કરોડ રૂપિયા; જાણો વિરાટ કોહલી ની કમાણી વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં જમીનથી આકાશ સુધીની સફરને આવરી લીધી છે. તે દિલ્હીના એક સામાન્ય પરિવારમાંથી ક્રિકેટની દુનિયામાં આવ્યો હતો અને આજે તેની કુલ સંપત્તિ લગભગ 950 કરોડ એટલે કે લગભગ 127 મિલિયન યુએસ ડોલર છે. ઈન્સ્ટાગ્રામ પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના 166 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તે એડ પ્રમોશનથી કરોડો રૂપિયા કમાય છે. આ સિવાય તેની પાસે પોતાના બિઝનેસ એન્ડોર્સમેન્ટ્સ પણ છે, જેના કારણે તે એક વર્ષમાં લગભગ 180 કરોડની કમાણી કરે છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, વિરાટ કોહલી Wrogn, One8, Puma, Audi, MRF, Colgate-Palmolive અને Tissot જેવી અનેક અગ્રણી બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટાર ક્રિકેટર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક 178.77 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ સિવાય વિરાટ કોહલી BCCIના A+ ગ્રેડમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના કરાર હેઠળ તેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય તેને ટેસ્ટ મેચ માટે 15 લાખ, વનડે મેચ માટે 6 લાખ અને ટી20 મેચ માટે 3 લાખ મળે છે.

તાજેતરમાં સમાપ્ત થયેલી IPL સિઝન અનુસાર, વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો. જો કે આ સીઝન બાદ તેણે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તેને IPLમાં વાર્ષિક 17 કરોડ રૂપિયા મળે છે. જો તમામ સ્ત્રોતો અને બ્રાન્ડ્સ અને જાહેરાતોમાંથી આવક ઉમેરવામાં આવે તો, ઘણા મીડિયા અહેવાલો અનુસાર, તેમની વાર્ષિક આવક 130 કરોડથી વધુ છે. જો આપણે ગયા વર્ષની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 808 કરોડ રૂપિયા હતી.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરનાર કોચનો પગાર અટકાવાયો; આ છે કારણ: જાણો વિગત

આ વર્ષે જૂનથી ઓક્ટોબર મહિનાના અહેવાલો અનુસાર, તેમની સંપત્તિ વધીને 950 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. જેમાં લગભગ 150 કરોડનો ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે આ વર્ષે તેણે 150 કરોડ સુધીની કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર, 2019માં વિરાટ કોહલીની કુલ કમાણી લગભગ 252.72 કરોડ રૂપિયા હતી. તેમની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયાથી વધુ હતી. બીજી તરફ તેની પત્ની અનુષ્કા શર્માની વાત કરીએ તો તે 350 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટીની માલિક છે. વિરુષ્કા કુલ 1300 કરોડ રૂપિયાના માલિક છે. આ સિવાય વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈના વર્લીમાં 35 કરોડથી વધુના ઘરમાં રહે છે. બંનેનો ગુરુગ્રામમાં લગભગ 80 કરોડનો આલીશાન બંગલો પણ છે.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version