Site icon

100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ અકસ્માતનો શિકાર બન્યો ડેવિડ વોર્નર, વોર્નરે મેદાન છોડીને જવું પડ્યું.. જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે બેવડી સદી ફટકારીને તેની 100મી ટેસ્ટને યાદગાર બનાવી હતી. આ સાથે જ ટેસ્ટ મેચના ઈતિહાસમાં આવું કરનાર તે બીજો બેટ્સમેન બન્યો છે.

David Warner out of final two India Tests with elbow fracture

IND vs AUS: ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો વધુ એક ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી ટીમમાંથી થઈ ગયો બહાર

News Continuous Bureau | Mumbai

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે બેવડી સદી ફટકારીને તેની 100મી ટેસ્ટને યાદગાર બનાવી હતી. આ સાથે જ ટેસ્ટ મેચના ઈતિહાસમાં આવું કરનાર તે બીજો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા જો રૂટે તેની 100મી ટેસ્ટમાં ભારત સામે બેવડી સદી ફટકારી હતી. 200 રન પૂરા કર્યા બાદ વોર્નરે શાનદાર ઉજવણી કરી હતી, પરંતુ તે તેને ભારે પડી છે.

Join Our WhatsApp Community

વોર્નર ઉજવણી કર્યા બાદ નાના અકસ્માતનો શિકાર બન્યો છે. વોર્નર સદી કે બેવડી સદી ફટકાર્યા પછી હવામાં ઉછળે છે. આમ કરવાથી તેને ઈજા થઈ પહોંચે છે. હવામાં કૂદકો માર્યા પછી જ્યારે તેણે પોતાનો પગ જમીન પર મૂક્યો ત્યારે તે સીધો ઊભો રહી શકતો ન હતો. તેના પગની માંસપેશીઓમાં ખેંચાણ આવી હતી, આ દરમિયાન વોર્નરને તેના સાથી બેટ્સમેન ટ્રેવિસ હેડે ટેકો આપ્યો હતો. આ પછી મેડિકલ ટીમ મેદાન પર પહોંચી હતી. ત્યારબાદ તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. વોર્નર હાલમાં 200 રન બનાવીને રિટાયર્ડ હર્ટ છે. એટલે કે તે ફરીથી બેટિંગ કરવા ઉતરી શકે છે અને જો આમ થાય છે તો 200 રનનો સ્કોર હજુ પણ મોટો થતો જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો: વીકએન્ડ પર ફરવા જઈ રહ્યા છો? તો આ સમાચાર જરૂર વાંચજો.. ‘આ’ કિલ્લા પર 30મી ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી પ્રવાસીઓના પ્રવેશ પર છે પ્રતિબંધ

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Exit mobile version