Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હૉકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી, ખેલાડીઓની આંખમાં આંસુ આવ્યાં, કહ્યું : સૌએ શાનદાર પ્રદર્શન કર્યું; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય મહિલા હૉકી ટીમ માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે. ભારતીય મહિલા હૉકી ટીમનું બ્રોન્ઝ મેડલનું સપનું તૂટી ગયું છે. બ્રિટન સામેની હાર બાદ વડા પ્રધાન મોદીએ મહિલા હૉકી ટીમની ખેલાડીઓ અને કોચ સાથે ફોન પર વાત કરી હતી. વડા પ્રધાનનો અવાજ સાંભળ્યા બાદ કેટલીક ખેલાડીઓ ભાવુક થઈ ગઈ હતી, ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું મનોબળ વધારતાં કહ્યું હતું કે ટીમની ખેલાડીઓ દેશ માટે પ્રેરણા સમાન છે.

વડા પ્રધાને વધુમાં કહ્યું કે મેડલ ભલે ન આવ્યો, પણ આપની મહેનત દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે. હું ટીમના તમામ સાથી અને આપના કોચને અભિનંદન આપું છું. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ નવનીત કૌરને થયેલી ઈજા વિશે પણ માહિતી મેળવી હતી.

મુંબઈનો આ પ્રખ્યાત બીચ થયો પ્રદૂષિત, બીચ પરની રેતી અચાનક પડી કાળી; જુઓ વીડિયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે નિરાશ ન થતાં, દેશ આપના પર ગર્વ કરી રહ્યો છે. તમારા લોકોની મહેનતથી હૉકી આજે આગવી ઓળખ સાથે ફરી જીવંત થઈ રહી છે.

 

India Wins Kabaddi Gold Medal ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ ધબકારા થંભાવી દે તેવી ફાઇનલમાં ઈરાનને હરાવી રચ્યો ઈતિહાસ!
Asian Games 2026 એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની શાનદાર સિદ્ધિ અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!
Asian Games Badminton Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ સેમિફાઇનલમાં ચીન સામે ૩૧ થી સંઘર્ષપૂર્ણ હાર બાદ સંતોષ માનવો પડ્યો!
Asian Games Skeet Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનો દબદબો પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતની ઝોળીમાં આવ્યો ૯મો મેડલ!
Exit mobile version