ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી તેના ખુશમિજાજ માટે જાણીતો છે. વિરાટ અવાર નવાર પોતાના સાથી ખેલાડીઓ સાથે મેદાન પર મસ્તી કરતા જોવા મળે છે. દરમિયાન બુધવારે તેણે ચેન્નાઈના સ્ટેડિયમમાં કંઈક આવું જ કર્યું છે, જેના કારણે વિરાટ કોહલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વાયરલ વીડિયોમાં વિરાટ મેદાન પર રવિન્દ્ર જાડેજા સાથે લુંગી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
King Kohli’s great dance#INDvsAUS #ODI#ViratKohli #dance pic.twitter.com/zWqWaOsg2N
Join Our WhatsApp Community — Saajan Yadav (@SaajanY28911637) March 22, 2023
ખરેખર, ટીમ ઈન્ડિયાના મેદાનમાં વિરાટ આવતાની સાથે જ બોલિવૂડ ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસનું ગીત ‘લૂંગી ડાન્સ‘ વાગવા લાગ્યું અને કોહલી પોતાને ડાન્સ કરતા રોકી શક્યો નહીં. રવિન્દ્ર જાડેજા પણ તેની સાથે પગ થીરકાવ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમ મસ્તીના મૂડમાં જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના પિતાના ઘરેથી થઇ લાખો રૂપિયાની ચોરી, પોલીસમાં ફરિયાદ, આ વ્યક્તિ પર શંકા
આ પહેલા પણ સીરિઝની પહેલી ODI દરમિયાન વિરાટ કોહલી હાલમાં જ ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુના સ્ટેપ્સ કરતો જોવા મળ્યો હતો.
