News Continuous Bureau | Mumbai
Hikaru Nakamura ટેક્સાસના Arlington Esports Stadiumમાં યોજાયેલા ‘Checkmate: USA vs India’ Exhibition Match દરમિયાન હિકારુ નાકામુરા એ ભારતના ચેસ સ્ટાર ડી ગુકેશ ને હરાવ્યા બાદ તેમનો કિંગ પીસ દર્શકો તરફ ફેંકી દીધો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો અને ચેસ સમુદાયમાં ભારે વિવાદ ઊભો થયો.
આ એક્ટ પાછળનું કારણ – પ્લાન કરેલી મજાક
લેઈવી રોઝમેન એ YouTube પર ખુલાસો કર્યો કે આ એક્ટ આયોજકો દ્વારા મનોરંજન માટે માટે પ્લાન કરવામાં આવ્યો હતો. વિજેતા ખેલાડીએ કિંગ પીસ ફેંકવાનો હતો. હિકારુએ ગુકેશને બાદમાં સમજાવ્યું કે આ અપમાન માટે નહોતું.
રશિયન GM ક્રામનિકે કહ્યું – “આ ચેસ degrade કરે છે”
વ્લાદિમીર ક્રામનિક એ આ એક્ટની કડક ટીકા કરી. તેમણે X પર લખ્યું – આ માત્ર અશિષ્ટતા નથી, પણ આધુનિક ચેસ ની degrade થતી સ્થિતિ છે.તેમણે કહ્યું કે આવા ખેલાડી ને પ્રમોટ કરવું ચેસ માટે નુકસાનકારક છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
હિકારુ નાકામુરાનો જવાબ – આ મારા માટે યાદગાર અનુભવ હતો
હિકારુ નાકામુરા એ પોતાના YouTube ચેનલ પર કહ્યું – “આ મારા માટે સૌથી યાદગાર ઇન-પર્સન અનુભવ હતો. ચેસ ઘણીવાર એકલતાવાદી વ્યવસાય હોય છે. આ ઇવેન્ટે બધાને જોડ્યું.