Site icon News Continuous Bureau | Mumbai

 World Chess Championship : ડી ગુકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ ટ્રોફી ઉપાડી, ચીનના ડીંગ લિરેનને હરાવીને આ ખિતાબ હાંસલ કર્યો; જુઓ વિડીયો.. 

World Chess Championship : ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો સૌથી યુવા વિજેતા બન્યો. ગુરુવારે તેણે 14માં અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. મેચ ડ્રો તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે લીરેન ભૂલ કરી અને ગુકેશ જીતી ગયો. ગુકેશે 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ મામલામાં તેણે ગેરી કાસ્પારોવને પાછળ છોડી દીધો, જેણે 22 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો.

World Chess Championship D Gukesh lifts World Championship trophy after fulfilling photoshoot promise

World Chess Championship D Gukesh lifts World Championship trophy after fulfilling photoshoot promise

News Continuous Bureau | Mumbai

World Chess Championship : ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ગુરુવારે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યા બાદ તેણે અનેક ઈન્ટરવ્યુ આપ્યા. આ સિવાય ઘણી પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. ડી ગુકેશ આ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. જીત પછી તેને આખી રાત જાગવું પડ્યું. આખી રાત જાગવાને કારણે તેની આંખો દુખતી હતી. તે સિવાય તેણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો અને સેંકડો ઓટોગ્રાફ આપ્યા બાદ તેણે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ટ્રોફી પોતાના હાથમાં પકડી.

Join Our WhatsApp Channel

World Chess Championship : આ જીત સાથે વિશ્વનાથન આનંદ બાદ બીજો ભારતીય બન્યો

આ જીત સાથે તે 18મો ભારતીય અને પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ બાદ બીજો ભારતીય બન્યો. મહત્વનું છે કે ગુકેશે સવારે ટ્રોફીને સ્પર્શ કરવાની પણ ના પાડી દીધી હતી કારણ કે તે સાંજે સમાપન સમારોહની રાહ જોતો હતો. FIDE (ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન)ના પ્રમુખ આર્કાડી ડ્વોર્કોવિચ દ્વારા તેને અર્પણ કરવામાં આવ્યા બાદ સાંજે તેણે આખરે ટ્રોફી પોતાના હાથમાં લીધી.

World Chess Championship : આ ક્ષણ મારા જાગવાનું કારણ

ટોપ મેડલ અને પ્રાઈઝ મની મેળવ્યા બાદ ગુકેશે કહ્યું, આ ક્ષણને એવું લાગે છે કે મેં તેને લાખો વખત જીવી છે.” દરરોજ સવારે જ્યારે હું જાગતો ત્યારે આ જ ક્ષણ મારા જાગવાનું કારણ હતું. આ ટ્રોફી અને આ વાસ્તવિકતા પકડવા નો અર્થ મારા જીવનમાં બધા કરતાં વધુ છે.  FIDEના સમાપન સમારોહમાં તેણે જણાવ્યું કે, આ પ્રવાસ એક સ્વપ્ન કરતાં ઓછો નથી. તેમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, ઘણા પડકારો આવ્યા છે, પરંતુ હું તેમાં એક પણ વસ્તુ બદલવા માંગતો નથી કારણ કે મારી સાથે રહેલા લોકોના કારણે તે સુંદર બની છે. તેણે ચેલેન્જ માટે તેના પ્રતિસ્પર્ધી, તેના માતા-પિતા, તેની ટીમ, યજમાન રાષ્ટ્ર, છેલ્લા ત્રણ અઠવાડિયામાં મળેલા ઘણા નવા ચાહકો અને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો.

World Chess Championship : ગુકેશને આ ચેમ્પિયનશિપમાંથી કેટલું મળ્યું

ગુકેશે આ ચેમ્પિયનશિપમાં ગેમ 3, ગેમ 11 અને ગેમ 14 જીતી છે. તે મુજબ તેને 600000 ડોલર (લગભગ 5.04 કરોડ રૂપિયા) મળ્યા. જ્યારે લિરેને ગેમ્સ 1 અને 2 જીતી હતી જેણે તેને $400000 (અંદાજે રૂ. 3.36 કરોડ) આપ્યા હતા. બાકીના $1.5 મિલિયન ગુકેશ અને ડીંગ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવ્યા હતા. ગુકેશે આ ટૂર્નામેન્ટ જીતીને કુલ 11.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : World Chess Champion: ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ બન્યો સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેસ ચેમ્પિયન, 18 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ..

World Chess Championship : ગુકેશ ડોમરાજુની સિદ્ધિઓ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version