Site icon

આતુરતાનો અંત.. વન-ડે વર્લ્ડકપની તારીખને લઇને થયો ખુલાસો, અહીં રમાશે ફાઇનલ મેચ.. જુઓ શેડ્યુલ

World Cup 2023 likely to start on October 5 and end on November 19

આતુરતાનો અંત.. વન-ડે વર્લ્ડકપની તારીખને લઇને થયો ખુલાસો, અહીં રમાશે ફાઇનલ મેચ.. જુઓ શેડ્યુલ

News Continuous Bureau | Mumbai

ICC 2023 ODI વર્લ્ડ કપ એટલે કે આ વર્ષના અંતમાં ભારતની ધરતી પર યોજાનાર ક્રિકેટના મહાકુંભની તારીખો વિશે એક મોટો ખુલાસો થયો છે. આટલું જ નહીં, 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ કયા દિવસે અને કયા મેદાન પર રમાશે તેની પણ ઘણી માહિતી સામે આવી છે. આ સિવાય 2023 ODI વર્લ્ડ કપની મેચ કયા શહેરોમાં રમાશે તે રહસ્ય પણ ખુલ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતમાં આયોજિત 2023 વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે.

Join Our WhatsApp Community

2023 વર્લ્ડ કપની તારીખો જાહેર

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રિપોર્ટ અનુસાર, 2023 વર્લ્ડ કપમાં ત્રણ નોકઆઉટ મેચો સહિત કુલ 48 મેચો રમાશે. તમામ મેચો ભારતના 12 શહેરોમાં રમાશે. 2023 વર્લ્ડ કપની મેચો હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, દિલ્હી, લખનઉ, ચેન્નાઈ, બેંગ્લોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ અને મુંબઈમાં રમાશે.

આ સમાચાર પણ વાંચો : કેરી રસિયા આનંદો.. વાશી APMC માર્કેટમાં હાપુસ કેરીનું વિક્રમી આગમન, ગુડી પડવા નિમિત્તે ભાવ પણ ઘટ્યા.. જાણો એક પેટીનો ભાવ..

આ દિવસે ફાઇનલ મેચ યોજાશે!

હવે ટીમ ઈન્ડિયાનો આ વર્ષનો સૌથી મોટો ટાર્ગેટ 2023નો ODI વર્લ્ડ કપ પોતાના નામે કરવાનો છે. ભારતે 12 વર્ષ પહેલા ઘરઆંગણે રમાયેલ 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં, આ વખતે તે 2023 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ વખતે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવાનો પૂરો પ્રયાસ કરશે. ભારતમાં યોજાનારી આ વર્લ્ડ કપ ઈવેન્ટમાં હજુ 7 મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી રમાશે.

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version