Site icon

વિમેન્સ પ્રીમિયર લીગમાં ફ્લાઇંગ કેચ.. આ ખેલાડી બાઉન્ડ્રીથી 20 મીટર સુધી દોડી, પછી આગળની સાઇડ ડાઇવ લગાવીને અદભુત કેચ કર્યો, જુઓ વીડિયો..

WPL 2023: Jemimah Rodrigues adds her name to catch-of-the-tournament contenders in DC vs MI

વિમેન્સ પ્રીમિયર લીગમાં ફ્લાઇંગ કેચ.. આ ખેલાડી બાઉન્ડ્રીથી 20 મીટર સુધી દોડી, પછી આગળની સાઇડ ડાઇવ લગાવીને અદભુત કેચ કર્યો, જુઓ વીડિયો..

News Continuous Bureau | Mumbai

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2023) ની પ્રથમ સિઝન ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (MIW vs DCW) વચ્ચે થઈ હતી. આ મેચમાં મુંબઈએ દિલ્હીને 8 વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક લગાવી હતી. જો કે આ મેચમાં દિલ્હી કેપિટલ્સની સ્ટાર ખેલાડી જેમિમા રોડ્રિગ્સે પોતાની ફિલ્ડિંગથી બધાના દિલ જીતી લીધા હતા. જોકે આ મેચમાં દિલ્હી કેપિટલ્સની જેમિમા રોડ્રિગ્સે એક કેચ કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે જેમિમાના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

જેમિમાનો શાનદાર કેચ

ગુરુવારે મુંબઈ સામે રમાયેલી મેચની 12મી ઓવરના બીજા બોલ પર એલિસ કેપ્સીએ ઑફ સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો હતો. હેલી મેથ્યૂઝ મોટો શોટ ફટકારવા ગઈ હતી. પરંતુ ટાઇમિંગ ના આવતા બોલ મિડ-ઑફ સાઇડ ગયો હતો, ત્યારે જેમિમા અંદાજે 20 મીટર સુધી દોડી હતી અને આગળ ડાઇ લગાવીને કેચ કર્યો હતો. જેમિમાનો કેચ શાનદાર રહ્યો હતો. જેમિમાના કેચની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ચાહકો તેને ટૂર્નામેન્ટનો બેસ્ટ કેચ પણ ગણાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : રેસીપી / નાસ્તામાં બનાવો મેથી પનીર પરાઠા, બધાને જ પસંદ આવશે

મુંબઈએ જીતની હેટ્રિક બનાવી હતી

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે મહિલા આઈપીએલમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી મેચ જીતી છે. દિલ્હી સામે રમાયેલી મેચમાં મુંબઈનો 8 વિકેટે વિજય થયો હતો. તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ મેચમાં ગુજરાતને 143 રને અને બીજી મેચમાં RCBને 9 વિકેટે હરાવ્યું હતું. દિલ્હી સામેની આ મેચમાં મુંબઈએ દિલ્હીને આઠ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા મુંબઈને 106 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ આ પડકારને બે વિકેટના ભોગે સરળતાથી પાર કરી લીધો હતો. મુંબઈએ ફરી એકવાર બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. મુંબઈ માટે સ્પિનર ​​સાયકા ઈશાક અને હેલી મેથ્યુઝે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે યસ્તિકા ભાટિયાએ 41 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version