ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
ઑલિમ્પિક મેડલ જીતનાર સુશીલકુમારને બહુ મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી રોહિણી કોર્ટે સુશીલકુમારના આગોતરા જામીનની અરજી રદ કરી છે. કોર્ટે જણાવ્યું કે સુશીલકુમાર પર જે આરોપ છે એ ઘણા ગંભીર છે.
મહત્વની વાત એ છે કે સુશીલકુમારના વકીલ તરફથી જે દલીલ કરવામાં આવી હતી એ સાંભળીને કોર્ટ સ્તબ્ધ રહી ગઈ હતી. સુશીલકુમારના વકીલે કહ્યું હતું કે આરોપી એવા સુશીલકુમાર એક ઑલિમ્પિયન છે તેમ જ તેને અનેક ઍવૉર્ડ મળ્યા છે અને એ માટે તેને જામીન મળવા જોઈએ. આ ઉપરાંત તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા હતા, પરંતુ આ આરોપ પુરવાર કરી શક્યા નહોતા.
આ પરિસ્થિતિમાં કોર્ટે સુશીલકુમારના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.